GujaratiUncategorized

સમ્રાટ સિકંદર…ને…અમરત્વ ની ઝંખના

સમ્રાટ સિકંદર પાસે સત્તા અને સંપત્તિ બન્ને હતા પણ ભોગવવા માટે આયુષ્ય ઓછું હતું ,તેના મનમાં
અમરત્વ ની ઝંખના જાગી, કદીયે મરવાનું જ ન હોય તો કેવું સારું ? કેવી મજા ! પણ અમર થવાનો
કોઈ કીમિયો કે જડીબુટ્ટી તેને ન મળી, આખરે એક ફકીર ને મળ્યો અને પોતાની ઈચ્છા જણાવી.
ફકીરે કહ્યું ..સિકંદર ! તુ અમર બની શકીશ, અને સાંભળી ને… સિકંદર નાચી ઉઠ્યો…
 
ફકીરે અમર થવા નો રસ્તો બતાવતા કહ્યું અહીંથી થોડે દુર અમર તલાવડી છે,તેનું પાણી પીજે એટલે
અમર બની જઈશ,
 
સિંકદર તુરંત ત્યાં પાણી પીવા દોડી ગયો,અને જ્યાં તે અમર તલાવડી નું પાણી પીવા જાય છે, ત્યાં
આકાશ માંથી ગેબી અવાજ આવે છે, કોઈ પાણી ન પીવા માટે,તેને પડકારી રહ્યું હતું પણ તેને અમરત્વ
ની એટલી તીવ્ર ઝંખના હતી કે આવાજ ને ગણકાર્યા વગર તે ખોબો મોં નજીક લાવ્યો ત્યાં પાછો.. તેજ
અવાજ પાછો કાને પડ્યો, પોતે કાંઈ વિચારે તે પહેલા પાણી માંથી એક મગર બહાર આવ્યો તદ્દન
અશક્ત અને મુડદાલ જણાતો હતો. સિકંદરે મગર ને પૂછ્યું ભાઈ આવા ઢીલા ઢસ કેમ દેખાઓ છો ?
જીવવા છતાં આમ મડદા જેવા કેમ ?
 
ભાઈ ! શુ કરીએ ? આ તલાવડી નું પાણી પી ને અમે ભયંકર ભૂલ કરી છે અને તમો આ ભૂલ નો
ભોગ ના બનો માટે તમને એક વાત કરવી છે.
 
     “બોલો સત્વરે બોલો સિકંદરે કહ્યું “
 
તમો અમર થવા માગો છો પણ આ તલાવડી નું એક ટીપું પણ ભૂલે ચુકે ન પીશો,આ પાણી અમે
પણ જ્યારથી પીધું છે ત્યાર થી મોત ગાયબ થઇ ગયું છે,અને અમરત્વ અમને શ્રાપરૂપ બન્યું છે.
અમને જીવન માં જરાય આનંદ નથી રહ્યો,આના કરતાં મૃત્યુ કેવું મીઠું ! જાણે નવજીવનનું પ્રાતઃ દ્વાર !
આટલું કહી મગર પાણી માં ગરકાવ થઇ ગયો, પણ એના શબ્દો સિકંદર ના હૃદય માં ગુંજી રહ્યા.
પાણી પીધા વગર પાછો ફકીર પાસે આવ્યો, અને કહ્યું કે પેલું પાણી તો ત્યારે પીવાય જયારે યુવાની
અમર રહે, માટે àª¤à«‡àªµà«‹ કીમિયો બતાવો.
 
ફકીરે કહ્યું યુવાન રહેવા માટે પેલી દિશા માં આવેલા યૌવન નામના વન નું એક ફળ ખાજે એટલે
અમર બની જઈશ ને કાયમ માટે યુવાન રહીશ,
 
સિંકદર ના આનંદ ની અવધી ન રહી ,ત્યાં પહોચ્યો…પણ ત્યાં માણસો નો ભયંકર ચિત્કાર સંભળાયો
બધા યુવાનો કોઈ ને કોઈ ચીજ વસ્તુ ના અધિકાર માટે લડી રહ્યા હતા, તેમાં તેનું કારણ પૂછતા એક
યુવાને કહ્યું ભાઈ આ વન નું ફળ ખાધા પછી અમે બધા અમર અને સદાય યુવાન છીએ,અમારી પાસે
શક્તિ છે, હંમેશ માટે નો હક્ક હોવાથી એકાદી વસ્તુ પણ અમે જતી કેમ કરીએ ? અને તે માટે અમારે
લડવું જ રહ્યું ,જીવન, જુવાની વાસના બધુજ છે અહી ત્યાગ પરમાર્થ કેવો ? બસ ઠેઠ સુધી લડતા જ
રહેવાનું …અહીના ફળ નું અમને વરદાન છે.
 
સિકંદરે કહ્યું પણ તમો સંપી ને ન રહી શકો ? ” ના રે ના અહી સંપ કેવો ? જંગ એ જ આમારી દુનિયા”
અને સિકંદર વન નું ફળ ખાધા વિના જ ફકીર પાસે પાછો ફર્યો ! તેને અમર બનવાની ખેવના હવે રહી
નહોતી..તેના મનોભાવ જોઇને ફકીરે કહ્યું જ્યાં મૃત્યુ ની રમણીયતા છે ત્યાંજ સત્કર્મોના વ્રુક્ષો ખીલે છે.
હવે મૃત્યુ ને મંગલમય બનાવો.