Uncategorized

હજામ ની માલીશ………….

એક હજામને મજાકની વધારે પડતી આદત હતી,નજીક માં રહેતા શેઠની દાઢી કરવા તે નિયમિત જતો,
એક દિવસે શેઠે કહ્યું આજે દાઢીની સાથે મુંડન પણ કરી દે, હજામે શેઠને ટકલુ કરી માથામાં મસાજ કરી આપી,
મજાક માં શેઠ ના માથા એક ટાપલી મારી,શેઠ ને ગુસ્સો તો આવ્યો, અપમાન જેવું લાગ્યું,પણ ચુપ રહ્યા,શેઠે વાણીયા બુધ્ધી દોડાવી,ને હજામ ને એ દિવસે, એક  રૂપિયો  બક્ષીસ આપ્યો. હજામ તો ખુશ થઇ ગયો,તેને થયું કે ટાપલી મારવાથી શેઠ ને મજા આવી લાગે છે ! આટલા વરસ માં મને ક્યારેય બક્ષીસ આપી નથી ને આજે ટાપલી મારવાના પ્રભાવે મને બક્ષીસ મળી,હજામ તો ખુબ ખુશ થઇ ગયો, હજામે તે દિવસે આ કીમિયો એક જમાદારની પર અજમાવ્યો, તેનું પણ ટકલુ કરી ને ટાપલી મારી, જમાદાર ને તો એ વો ગુસ્સો આવ્યો, કે ઉભા થઇ ને ચાર તમાચા તો લગાવી દીધા,એક પૈસો આપ્યો નહિ, ને ઉપરથી તેના બધાં પૈસા લઈને ધક્કો મારી ને કાઢી મુક્યો….
 
શેઠની ચાલાકી એક રૂપિયા માં કેવું કામ કરી ગઈ ! àªµàª—ર ઝગડે અપમાન નો બદલો લીધો…..