Gujarati

અધિકાર વિનાના કામથી ડફણાં મળે……

એક ધોબીનો ગધેડો કપડાં નદીએ લઇ જવા-લાવવાનું કામ કરતો.વાળી કપડાં સાચવવા એક કુતરો પણ પાળેલો હતો.ધોબી કપડાં ધોઈને બેસે ત્યારે કુતરો એની સામે પૂછડી પટપટાવતો બેસી રહે.માલિક એને પોતાના માંથી થોડુંક ખાવાનું પણ આપે ! આમ રોજનો ક્રમ ચાલતો હતો.
 
ઠંડીના દિવસો હતા.એક દિવસ ધોબીને ખુબ ભૂખ લાગી હતી,જેટલું હતું તે બધું જ પોતે ખાઈ ગયો.કુતરાને આપવાનું રહી ગયું.કુતરું ભૂખ્યું રહ્યું અને એને આ વાત મનમાં સાચવી રાખી ! રાત પડી.માલિક અને તેનો પરિવાર ઓઢીને સુઈ ગયાં.એવામાં ચોર આવ્યા.દોરડા પર સુકાતા કપડા ચોરવા લાગ્યા.કુતરું જોયા કરતુ હતું,મિત્ર ગધેડાએ કહ્યું,માલિકનો માલ ચોરાય છે. તુ ભસ તો ચોર ભાગી જાય ! કુતરાએ કહ્યું : આજે હું નહીં ભસું ! માલિકે મને ખાવાનું નથી આપ્યું.ગધેડો કહે મારાથી તો રહેવાતું નથી.આપણી હાજરીમાં માલિકનો માલ ચોરાય તે જોતા કેમ રહેવાય ? હું તો ભૂકું છું,કહી ભૂંક્યો !
માલિકની ઊંઘ તૂટી ગઈ. તેને àª•àª¹à«àª¯à«àª‚ આતો àª°àª¾àª¤à«àª°à«‡ પણ જપવા દેતો નથી.ઉઠીને ગધેડાને ત્રણ-ચાર ડફણાં ઝીંકી દીધા અને પાછો માથે ઓઢીને સુઈ ગયો !
 
કુતરાએ કહ્યું : જોયું ! મેં તને ના કહી હતી તો પણ તારાથી રહેવાયું નહીં.તને એનું ફળ મળ્યું ને ? આમ જેનું કામ હોય તે કરે તો માલિકની મહેર ઉતરે અન્યથા બીજા કરેતો ડફણાં મળે.નોકર માલિકને ગમે તેટલું કમાવી આપે તો પણ માલિકને વ્હાલોતો પોતાનો દીકરો જ હોય.કુતરો ગમેતેવો બદમાશ હોય પણ તે વફાદાર કહેવાય.
આપણો અધિકાર હોય તેટલુજ આપણે કરવું.બાકી સાક્ષી ભાવે જોયા કરવું.