Uncategorized

કવિ જયદેવ…

પ્રખર પંડિત અને મહાકવિ જયદેવ એકદિવસ નિર્જન વન માંથી પસાર થઇ રહ્યા હતા,
ત્યાં સામે થી ચોરો આવ્યા,તેમને પંડિત પર હુમલો કરીને લૂંટી લીધા અને પછી ભવિષ્ય
માં પોતાને પકડાવી ન દે માટે તેમને કુવા માં ફેકી દીધા,
 
તેવા માં ત્યાંથી રાજા લક્ષ્મણસેન પસાર થયા,એમને કુવા માંથી આવતી, મદદ માટે ની
બુમો સાંભળી ને કવિરાજ ને બહાર કઢાવ્યા અને મહાન વિદ્વાન જાણી ને પોતાના દરબાર
માં મહત્વ નું સ્થાન આપ્યું.
 
સમય પસાર થતાં એક દિવસ રાજા એ કોઈ ઉત્સવ પ્રસંગે દાન ના અત્યંત આયોજનો કર્યાં.
બાવા-ભિક્ષુકો અને અતિથીઓ ની લાઇન રાજા ના મહેલ પાસે લાગી ગઈ,રાજા એ આ દાન-
કાર્ય નો દોર કવિ જયદેવ ને સુપરત કર્યો હતો, દાન રાજા આપે પણ, કવિ કહે તેટલું અને
તેવું.એવામાં કેટલાક બાવાજી દાન લેવા આગળ આવ્યા,એમને જોતાની સાથેજ કવિ જયદેવ
ઓળખી ગયાં કેમકે એ અન્ય કોઈ નહિ પેલા ચોરો જ હતા ! ચોરો પણ જયદેવ કવિ ને રાજાના
મુખ્ય નિયામક પદે જોઈ ને થથરી ઉઠ્યાં,પણ જયદેવ કવિ એ વેરની ગાંઠ ન વાળી,એમને તો
ચોરો ની ઉદારતા નજર સમક્ષ રાખી કે પોતાને જીવતાં રાખ્યા.
 
એ ઉદારતા નજર માં રાખી ચોરો સુધરે એ માટે એમને વિના વિલંબે રાજા ને કહ્યું : આ લોકો
વધારે જરૂરિયાત મંદ છે તેમને વધારે આપો !! અને કમાલ થઇ ગઈ ,કવિ જયદેવ નું વિશાલ
અંત:કરણ નિહાળી ને ચોરો નું હૃદય પરિવર્તન થઇ ગયું.એ લોકો જયદેવ કવિ ના ચરણે ક્ષમા
યાચતાં ઢળી પડ્યા.
 
રાજા ને જયારે આ સમગ્ર બીના નો ખ્યાલ આવ્યો ત્યારે એ પણ કવિ ની હાર્દિક વિશાળતા અને
ઉદારતા પર વારી-ઓવારી ગયાં.
 
કવિ જયદેવ એટલા માટે માફી આપી શકયા હતા કે એમને કાળજાના કપડે વેર ની ગાંઠ વાળી
ન હતી બલકે વેર ના ઝેર પચાવી જાણ્યા હતા.