Uncategorized

ગધેડા ની હજામત.

ઘણાં વર્ષો પહેલા ની વાત છે, બગદાદ શહેર માં કાસમ નામનો હજામ રહેતો હતો. શહેર ના તવંગરો અને ખુદ
બાદશાહ તેની પાસે હજામત કરાવતા. આથી કાસમ ખુબ અભિમાની થઇ ગયો હતો, એક દિવસ એક કઠિયાળો
લાકડા વેચવા આવ્યો, કાસમે તેની સાથે ભાવ નક્કી કરીને કહ્યું “તે ગધેડાની પીઠપર રાખ્યા છે તે બધાં લાકડા
આપી દેવાં” ભોળા કઠિયાળા એ હાં પાડી.તેણે ગધેડા ની પીઠ પર એક મોટું લાકડા નું પાટિયું રાખીને તેના પર
લાકડા ગોઠવ્યા હતાં, શરત પ્રમાણે કાસમે તેણે લાકડા સાથે પાટિયું પણ આપી દેવાં કહ્યું.  કઠિયાળા એ ઘણો
વિરોધ કર્યો; પણ કાસમે તેની પાસેથી લાકડા નું પાટિયું પડાવી લીધું.
 
ગરીબ કઠિયાળા થી આ અન્યાય સહન ન થયો એટલે તે કાજી પાસે ગયો,અને  પોતાની સઘળી વાત કહી.
કાજી સમજી ગયો કે હજામે કઠિયાળાને ચાલાકી થી છેતર્યો છે. કઠિયાળા ને ન્યાય અપાવવા કાજી સાહેબે એક
યુક્તિ બતાવી એ અનુસાર, બીજે દિવસે કઠિયાળો કાસમ ની દુકાને ગયો અને કહ્યું  મારી અને મારા મિત્ર ની
હજામત કરાવવી છે તો બન્ને નું શુ લઈશ ? કાસમે ભાવ નક્કી કરી બન્ને ની હજામત કરવાનું નક્કી કર્યું.
કઠિયાળા ની હજામત થઇ ગયાં પછી તેણે તેના મિત્ર ને બોલાવી લાવવા જણાવ્યું.કઠિયાળો તુરંત બહાર ગયો
અને પોતાના ગધેડા ને દુકાન માં લઇ આવ્યો, અને કાસમ ને કહ્યું ” આ જ મારો મિત્ર છે એની હજામત કર”
કાસમ ખુબ ગુસ્સે થયો તેણે ગધેડા ની હજામત કરવાની ચોખ્ખી ના પાડી.આથી કઠિયાળો કાજી પાસે ન્યાય
માગવા ગયો.
 
બીજે દિવસે કાજી સાહેબે કાસમ અને કઠિયાળા ને દરબાર માં બોલાવ્યા. કાજી એ કાસમ ને કહ્યું તે લાકડા સાથે
પાટિયું મફત પડાવી લીધું, પણ આ ગરીબ કઠિયાળો તો તને પોતાના મિત્ર ની હજામત ની કિંમત ચુકવવા પણ
તૈયાર છે. માટે તારે ગધેડા ની હજામત આ દરબાર માં જ કરવી પડશે.
 
બિચારા કાસમે ભર્યા દરબાર માં ગધેડા ને આખા શરીરે સાબુ લગાડી તેની હજામત કરી ! એ દિવસે કાસમ નું
અભિમાન ઓગળી ગયું અને પાટિયું પાછું આપવું પડ્યું .
 
કાજી સાહેબ ના ન્યાય થી તેની સાન ઠેકાણે આવી ગઈ.