Uncategorized

જીવન નો અંતિમ ઉપદેશ,

ચીન ના મહાત્મા કન્ફયુસીયસ નો અંતિમ સમય નજીક હતો,જીવન નો અંતિમ ઉપદેશ દેવા પોતાના શિષ્યો ને બોલાવ્યા,
અંતિમ ઉપદેશ આપવાના ઉદ્દેશ થી ધીરે ધીરે કહેવા લાગ્યા, પ્રિય શિષ્યો, “મારા મોઢા ની અંદર જુઓ,જીભ છે” કે નહિ …..
એક શિષ્યે મોઢા ની અંદર જોઈ ને કહ્યું ગુરુદેવ ! જીભ તો છે.
પછી તેમેને બીજા શિષ્ય ને પૂછ્યું બતાવો મારા મોઢામાં દાંત છે કે નહિ ? ગુરુદેવ ! આપણા મોઢામાં દાંત તો એક પણ નથી !
બીજો શિષ્ય બોલ્યો ! ત્યાર બાદ કન્ફયુસીયસે પૂછ્યું હવે બતાવો પહેલા જીભ નો જન્મ થયો કે દાંતનો,બધા શિષ્યો એકી સાથે
બોલી ઉઠ્યા ગુરુદેવ ! જીભ.નો જન્મ થયો . ઠીક ! કહીને તેમને પૂછ્યું જીભ ઉમર માં મોટી હોવા છતાં તે જીવંત છે અને દાંત,
ઉમર માં નાના હોવા છતાં નાશ કેમ પામ્યા ?
આ પ્રશ્ન સાંભળી બધા શિષ્યો આશ્ચર્ય પામી એક બીજા સામે જોવા લાગ્યા, ત્યારે ગુરુદેવે કહ્યું જીભ અતિ કોમળ અને સરસ છે,
એટલે તેનું આયુષ્ય લાંબુ છે,જયારે દાંતે તો જીભ ની સામે કિલ્લો બાંધી દીધો છે, દાંત અતિ ક્રૂર અને કઠોર છે,
તેથી જલ્દી નષ્ટ થઇ ગયાં છે. આટલું બોલી કન્ફયુસીયસે હમેશાં માટે આંખ બંધ કરી દીધી.
 
પ્રભુ એ ! એક જીભ અને બે કાન આપ્યા છે તેનું કારણ “ઓછું બોલો અને વધારે સાંભળો “