GujaratiUncategorized

જ્ઞાનીઓ ને અનુભવની જરૂર નથી ……

એ એક મહાન સંત હતા, ત્યાગી અને વૈરાગી સાથે સાથે મહા જ્ઞાની, દયા અને ક્ષમા ના ભંડાર એવા એ સંત ની
વાણી નું શ્રવણ કરવા રાજા નિયમિત આવતો,એ દિવસે સંત નું વ્યભિચાર અને બ્રહ્મચર્ય પર ગજબનાક પ્રવચન
સાંભળતા રાજા ને આશ્ચર્ય ની સાથે સંત પર શક થયો, નક્કી આ સંત વ્યભિચારી હોવો જોઈએ, અનુભવ કે જાણ
વગર આટલું બધું વિવેચન ? કેવી રીતે થઇ શકે ? આ અસંભવ છે! રાજા નો સંત મહાત્મા પ્રત્યે નો વિશ્વાસ ઉડી
ગયો, અને ત્યાર થી તેને સંત ની વાણી નહિ સાંભળવાની પ્રતિજ્ઞા કરી.
 
આ વાત ની સંત ના ભક્તો ને ખબર પડી, ભક્તો એ સંત ને આ વાત કરી, ત્યારે સંતે કહ્યું તેમને સમજાવી ને
આવતી કાલે મારા પ્રવચન માં લાવજો, તેમનો બધો ભ્રમ ભાંગી જશે.
 
ભક્તો એ રાજા ને સમજાવ્યા કે આપ આવતી કાલે તેમની વાણી સાંભળવા જરૂર પધારો જેથી ,આપ નામદાર
ને જે ભ્રમ થયો છે, તે દુર થઇ જશે.
 
રાજા ! બીજા દિવસે વેશ પલટો કરી, કોઈ ની નજર ના પડે તે રીતે સંત ની વાણી માં ગોઠવાઈ ગયો,
સંત મહાત્મા ને ખબર પડી ગઈ, રાજા વેશ પલટો કરી ને આવ્યો છે.
 
સંત મહાત્મા ની વાણી યુદ્ધ ના રણ મેદાન થી શરુ થઇ, તેમને સૈનિકો ને પોરસ ચઢાવતા યુદ્ધ નું એટલું જબરદસ્ત
વિવેચન કર્યું કે જે લોકો વાણી સાંભળવા આવ્યા હતા,તે બધા મારો કાપો કરતાં ઉભા થઇ ગયાં,ધર્મ ભૂમિ ઘડીક ભર
રણભૂમિ (યુધ્ધના મેદાન) જેવી થઇ ગઈ,રાજા પણ મ્યાન માંથી તલવાર કાઢી મારો કાપો કરતાં આગળ ધસી ગયો
અને સંત ની બેઠક પાસે પહોચી ગયો,ત્યારે સંતે રાજાનો હાથ પકડી લીધો, અને કહ્યું રાજન ! આ યુદ્ધ નુ મેદાન
નથી ! અહી તલવાર ન લેવાય.. આ તો ધર્મ ભૂમિ છે,રાજા શરમિંદો થઇ ગયો, હાથ જોડી માફી માગી,
 
રાજા ને સમજાઇ ગયું કે સંત મહાત્મા તો ક્યારેય લડાઈ કરવા જતા નથી અને તેમને યુદ્ધ નો અનુભવ પણ નથી,
નક્કી આ જ્ઞાન નો જ પ્રભાવ છે…………………
 
સંત મહાત્મા પર કદાપી શક નહિ કરવાની પ્રતિજ્ઞા લઇ રાજા રવાના થયો.