Uncategorized

દિલ ની દાસ્તાન…૧

 
દિલ કી બાત લબો પે લાકર અબ તક હમ દુખ સહતે હૈ,
હમને સુના થા, ઇસ બસ્તી મેં દિલ વાલે ભી બસતે હૈ, .
હોઠ પર કે આંખો માં દિલ ની દાસ્તાન લઇ ને ફરનારા ઓ ને ક્યા ખબર હોય છે, કે આ બિચારું દિલ કોઈ ની એક મધુરી મુસ્કરાહટ પર વારી જતું હોય છે,
 
હમને સીને સે લગાયા દિલ ન અપના બન સકા,
મુસ્કુરાકર તુમને દેખા,દિલ તુમારા હો ગયા.
દિલ આપનું ન થાય તો કંઈ નહિ પણ આપણા વશ માં રહે નહિ અને પછી કોઈ ની યાદ માં તડપી તડપી ને ખુદ ને ઉદાસ રાખે ત્યારે…….
 
શામ હી સે બુઝાસા રહેતા હૈ,
દિલ હી હૈ ગોયા ચિરાગ મુફલીસ કા.
મુફલીસ એટલે “ગરીબ માણસ” ગોયા એટલે” જાણે કે” આ દિલ જાણે કે ગરીબ માણસ નો દીપક હોય,એમ સમી સાંજ થી બુજાએલ રહે છે,આવી બેદિલી એ જિંદગી થોડી કહેવાય ?
 
દિલ તૂટને સે થોડી સી તકલીફ તો હુઈ,
લેકિન તમામ ઉમ્ર કો આરામ મિલ ગયા.
આમ છતાં તૂટેલું દિલ પણ મહોબ્બત માં કામ લાગે છે,પણ મહોબ્બત ના ચિરાગ ની રોશની ઓછી થવા લાગે ત્યારે…………..
 
અનજાન તુમ બને રહે યહ ઓર બાત હૈ,
ઐસા તો ક્યા હૈ તુમકો હમારી ખબર ન હો.
ખબર હોય તો પણ જ્યાં સુધી જીગર પર ચોટ લાગે નહિ ત્યાં સુધી એ ખબર ની અસર થતી નથી.
 
કમ હોગી જબ-ચિરાગે મહોબ્બત કી રોશની,
દિલ કો જલા જલા કે ઉજાલા કરેંગે હમ,
દિલ ના ટુકડા ઓ ને જલાવી જલાવી રોશની જીવંત રાખવાનો કીમિયો.
 
દિલ મેં રખો કિસીકો ,દિલ મેં રહો કિસીકે,
સીખો અભી તરીકે,કુછ રોજ દીલબરી કે,
ઓર ક્યા દેખને કો બાકી હૈ,આપસે દિલ લગાકે દેખ લિયા.
દિલભરી એટલે પ્રેમ, પોતે બીજા ના દિલ માં રહે અને બીજા ને પોતાના દિલ માં રાખે એવી વાત દિલબરી ની છે.