Gujarati

ધરતીકંપ કરતાં ધિક્કારકંપ વધારે ખતરનાક…….

એક ગામમાં બે ભિક્ષુક રહેતા હતા,એક આંધળો અને બીજો લંગડો.બન્ને એકમેક ના સહારે ભિક્ષા માગીને જીવન
ગુજારતા હતા.એક દિવસ બન્ને વચ્ચે અહમ નો ટકરાવ થયો.આંધળો કહે મારા વિના તુ ચાલી નહિ શકે, તને
મારી ગરજ પડશે જ.લંગડો કહે મારા વિના તુ જોઈ નહિ શકે, માટે ગરજ મને નહી તને પડશે.વાત વધી ગઈ,
અને બન્ને મારામારી સુધી પહોચી ગયા.
 
યોગનુંયોગ આ ઝગડો કોઈ દિવ્ય શક્તિધારી વ્યક્તિએ નિહાળ્યો.અને એણે કરુણાથી વિચાર્યું કે આ બન્ને
અધૂરા છે.માટે દુખી છે.તો હું તેમને ઈચ્છિત વરદાન આપું આપીને સુખી કરી દઉં.તરત તે વ્યક્તિ બન્નેની
સમીપ ગઈ.
પ્રથમ આંધળા ને કહ્યું : એક વરદાન માગી લે, આંખો મળી જશે.’ પેલા એ ગુસ્સાથી માગ્યું : મારે આંખ નથી
જોઈતી,પરંતુ પેલા લંગડા ની બે આંખો ફોડી નાખો. બહુ રાઈ મગજમાં ભરાઈ ગઈ છે, તે સીધો જાય.’ દિવ્ય
વ્યક્તિએ સ્તબ્ધતા થી એની ઈચ્છા પૂર્ણ કરી.
 
પછી લંગડાને કહ્યું : એક વરદાન માગી લે,મજબૂત પગ મળી જશે.’ સાંભળતાજ લંગડો ચિલ્લાયો : મારું તો જે
થવાનું હોય તે થશે,પણ પેલા આંધળા ના બે ટાંટિયા તોડી નાખો.બહુ વટ મારે છે તે ઠેકાણે થઇ જાય.’ દિવ્ય
વ્યક્તિએ એની ઝંખના પણ પૂરી કરી.પરિણામ એ આવ્યું કે પોતાને મળેલા એકેક વરદાનનો લાભ ઉઠાવી ને
સ્વતંત્ર બની જવાને બદલે બન્ને પુરેપુરા પરતંત્ર થઇ ગયા.
 
આ અંજામ છે ઈર્ષ્યા અને વૈરનો………ધિક્કારનો…………………