Gujarati

ધીરજ આવી હોવી જોઈએ…………..

યુરોપ નો ઘણો મોટો ભાગ પોતાને કબજે આવી ગયાનો ખ્યાલ માં રાચતાં હિટલરને વિશ્વ યુદ્ધની,
ધાર્યા કરતા મોટી તબાહી થયેલી જોઇને યુદ્ધ વિરામ કરવાનો વિચાર આવ્યો. તેને એ માટે ચર્ચિલ
ને આમંત્રણ આપ્યું. અને તેના દોસ્ત મુસોલિનીને પણ બોલાવ્યો. કોઈ શાંત પ્રદેશમાં આવેલા
સરોવર ની પાળે તે ત્રણે મહાનુભાવો ભેગા થયા.હિટલર સ્વભાવે ઉતાવળિયો અને આવેશ વાળો
હતો, ચર્ચિલ સ્વભાવે શાંત અને ખુબ ધૈર્યવાન હતા.
 
મંત્રણા ની શરૂઆત થતાં જ હિટલરે તડફડ કરવાનું શરુ કરી દીધું.તેને કહ્યું,મિ.ચર્ચિલ ! તમે જાણો
છો કે અમે આખું યુરોપ કબજે કરવાની લગભગ તૈયારી માં છીએ.જો આપણે યુદ્ધ તાત્કાલિક બંધ
કરવું હોય તો આપણે હમણાં જ તે અંગે કરાર કરી લઈએ. તમે યુરોપના દેશો ઉપરના આમારા
કબજા ને સ્વીકૃતિ આપી દો.

 

એક શ્વાસે હિટલરે વાત કરી; પરંતુ તેનો કશો પ્રતિસાદ આપવાને બદલે ચર્ચિલે ચા ના કપ માંથી
થોડીક ચા રકાબી માં કાઢી.ચા ખુબ ગરમ હતી,ચર્ચિલ નું મૌન હિટલર ને અકળાવનારું બન્યું.તેને
ઊંચા અવાજે પૂછ્યું, જવાબ કેમ આપતા નથી ? શુ યુરોપના દેશો પરનો અમારો કબજો તમને
માન્ય નથી ? ચર્ચિલે માત્ર એટલું જ કહ્યું જી, ના…… અમારા લોકોને આપણી વાત માન્ય નથી,
અમે લોકો હારવાની અણી પર છીએ તે વાત અમે લોકો આજની તારીખ માં નથી સ્વીકારતા.

 

આ સાંભળી હિટલર તાડૂક્યો.. તમારે અમારી વાતનો સ્વીકાર કરવો જ પડશે.
આરામ થી રકાબીને મોં એ લગાડી ચા પીવા લાગેલા ચર્ચિલે હિટલર ને કહ્યું અમારી પ્રજા માં
આવી જાત નો કોઈ વિવાદ ઉત્પન્ન થાય ત્યારે તેનો નિર્ણય લાવવા માટે બે ઉપાય માંથી કોઈ
એક ઉપાય અજમાવીએ છીએ. એક ઉપાય છે સિક્કો ઉછાળવાનો અને બીજો ઉપાય છે કોઈપણ
વસ્તુ પર શરત લગાવવાનો.
 
હિટલરે કહ્યું ચાલો, અમને બીજો ઉપાય મંજુર છે.લગાવો તમને જે ઠીક લાગે તે શરત ! જે જીતે
તેને સમગ્ર યુરોપ નું આધિપત્ય પ્રાપ્ત થાય. ચર્ચિલે કહ્યું ભલે સાહેબ આ સરોવર છે તેમાં એક
માછલી.. જુઓ ! તે સતત આમ તેમ પાણી દોડી રહી છે, તેને પકડવાની જાળ બિછાવ્યા વગર
બહાર કાઢી આપે તેનું યુરોપ.
 
તાલી દઈ હિટલરે આનંદ માં આવી જઈને શરત કબૂલી.તરત જ ખિસ્સા માંથી રિવોલ્વર કાઢીને
તે માછલીને શૂટ કરી નાખવા તેને ઉપરઉપરી ગોળીઓ છોડી.પણ કાશ ! માછલીતો ખુબ ચાલાકી
સાથે સરકતી રહી અંતે હિટલર થાકી ગયો.એને મુસોલિની ને કહ્યું અરે ! તુ કંઈક કર.આટલી નાની
વાત માં યુરોપનો કબજો કંઈ જવા દેવાય ? મુસોલીનીએ પણ ઘણાં ગોળીબાર કર્યાં પણ બધી
મહેનત નિષ્ફળ ગઈ.
 
આખા યુરોપનો કબજો આપતી શરત ના જંગ વખતે ચર્ચિલ પૂરી ધીરજ ધારણ કરી ગંભીરતાથી
ખુરશી પર બેસી આરામ થી ચા પીતા પીતા ટેબલ પર પેન થી ચકરડા દોરતા રહ્યા.
 
બધી રીતો માં નિષ્ફળતા મળતાં અકળાઈ ઉઠેલા હિટલરે મુસોલિનીને ઘણી ગાળો આપી.પછી તેને
ચર્ચિલને કહ્યું  àª®àª¿.ચર્ચિલ ! હવે તમે શરત મુજબ માછલી ને પકડી આપો જોઉં.જો તમે સફળતા
પામશો તો યુરોપનો તમારો કબજો અમારે કબુલ કરવોજ પડશે.આ સાંભળી ને ચર્ચિલ ઉભા થયા.
ચા માં સાકાર નાખવા માટે જે ચમચી ટેબલ પર પડી હતી,તે તેમને હાથમાં લીધી. તે સરોવર ની
પાળે ગયાં.અને ચમચી પાણીમાં નાખી.ચમચીમાં જેટલું પાણી આવ્યું તે તેમને પાળ ઉપરની માટીમાં
નાખ્યું.પછી બીજી વાર ત્રીજી વાર ચોથી,પાંચમી એમ વારંવાર તેમજ કર્યું. આ બધું જોઇને અધિરા
બની ગયેલા હિટલરે તેમને પૂછ્યું આ શુ કરો છો ?
 
ચર્ચિલે કહ્યું આ રીતે હું આખું સરોવર ખાલી કરી નાખીશ; અને તે વખતે પેલી માછલી મારા હાથમાં
આવી જશે. અને આમ શરત માં જીત અમારી થશે. હિટલરે અકળાઈને કહ્યું`અરે ! ચમચીથી બધું પાણી
ઉલેચતાં તો કેટલી વાર લાગે` ?
 
ચર્ચિલે ઠંડે કલેજે જવાબ આપ્યો કે,સાહેબ !અમે યુરોપ ના લોકો આટલીજ બેઠી ધીરજથી યુદ્ધ લડવા
માંગી એ છીએ અને જીતવા માંગીએ છીએ.અમને અમારામાં પૂરો વિશ્વાસ છે.