Uncategorized

પતિવ્રતા સ્ત્રી…..

તપોધન નામે બ્રાહ્મણ હતો,અતિ કઠોર તપ કરનાર તપસ્વી હતો,ધરતી એનું ઘર અને આકાશ
એનું છાપરું હતા, જંગલ માં રહે અને ગામ માં એક વાર ભિક્ષા માંગી લાવી પેટ નો ખાડો પુરતો.
 
એક દિવસ ઝાડ નીચે બેસી તે પૂજા કરી રહ્યો હતો,ત્યાં ઝાડ પર બેઠેલી એક બગલી તેના પર ચરકી,
તપોધને ક્રોધ થી તેના પર દ્રષ્ટિપાત કરતાં બગલી તરત પ્રાણ વિહીન થઇ જમીનપર પટકાઈ.
 
ભિક્ષાનો સમય થતા તપોધન ગામ માં જઈ એક ઘર આગળ જઈ ઉભો રહ્યો, ઘરની સ્ત્રી વાસણ
માંજતી હોવાથી તેને તપોધનને સહેજ થોભવા કહ્યું,એટલા માં તે સ્ત્રી નો પતિ હાંફતો હાંફતો ઘરે
આવ્યો,પેલી સ્ત્રી ઝટ ઉઠી તેને, હાથ પગ ધોવાનું પાણી આપ્યું,તથા તેની માટે આસન તૈયાર કરી
થાળી માં, જમવાનું પીરસ્યું, ભોજન બાદ પણ પેલી સ્ત્રી પતિ ની સેવા માં અને અન્ય કાર્યો માં
પેલા ભિક્ષુક ને ભૂલી ગઈ, થોડી વારે તપોધન ની નજર પડતાં શરમીન્દી બની ગઈ, અને ભિક્ષા
આપવા લાવી, ઢીલ બદલે તેને વારંવાર ક્ષમા માગી. તપોધન તેની ભૂલ થી અત્યંત ચિડાઈ ને
કહે છે,અગ્નિ જેવા બ્રાહ્મણ ની તે અવજ્ઞા કરી છે ,પોતાના પતિ ની સેવા માં ગુથાઈ રહેતી તુ ગૃહસ્થ
ધર્મ ચુકી છે, ગુસ્સે થયેલો બ્રાહ્મણ આખી પૃથ્વી ને બાળી નાખવા સમર્થ છે, તે તુ નથી જાણતી ?
 
સ્ત્રી એ વારંવાર માફી માગી, મારી ભૂલ છે, મને ક્ષમા કરો અજાણતા અપરાધ થઇ ગયો છે, તેની હું માફી
માગું છું,પણ ક્રોધ જ જેનો સ્વભાવ છે,તેવા તપોધને પેલી સ્ત્રી ની માફી પર ધ્યાન ન આપ્યું અને વધારે
ને વધારે ક્રોધ કરવા લાગ્યો.અંતે પેલી સ્ત્રી એ કહ્યું સાચી હકીકત જણાવ્યા છતાં પણ આપ શાંત થતા નથી
અને ન કહેવાના વ્હેણ ઉચ્ચારો છો, આ આપને શોભાસ્પદ નથી, આપ એમ સમજતા હશો કે પેલા ઝાડ
પર ની બગલી ની જેમ આ સ્ત્રી ને પણ શિક્ષા કરું,તો સમજી લેજો કે આપના તપ ની મારા પર કોઈ અસર
થવાની નથી, કારણકે હું પણ ગૃહસ્થ ધર્મ રૂપ તપ કરનાર પતિવ્રતા સ્ત્રી છું.
 
તપોધન બગલી ની વાત આ સ્ત્રી ના મોઢા માંથી સાંભળી ચોકી ઉઠ્યો,તેને પોતાની ભૂલ સમજાઈ,તે વિચારવા
લાગ્યો કે પવિત્ર ગૃહસ્થ ધર્મ નું પાલન કરવાથી આ સ્ત્રી ને ધર્મ રહસ્ય સમજાયું છે,અને ત્રિકાલ જ્ઞાન થયું છે,
તેને સ્ત્રી ની માફી માગી અને ધર્મ નું રહસ્ય પોતાને સમજાવવા વિનંતી કરી.
” સ્ત્રી ; એ કહ્યું મારા થી વધારે પડતું બોલાઈ ગયું છે,ધર્મ નું રહસ્ય સમજવું અઘરું છે, છતાં આપે તે સમજવું
હોય તો મીથીલા નગરી માં કાલીચરણ નામે કસાઈ રહે છે ,તેની પાસે થી આપ સમજી શકશો
 
તપોધન વિચારવા લાગ્યો …કસાઈ મને ધર્મ નું રહસ્ય સમજાવશે ! આશ્ચર્ય થયું ,મીથીલા પહોચી કસાઈ વાડે
પહોચ્યો ત્યાં કાલીચરણ કસાઈ એ તેને સામેથી બોલાવ્યો,આવો મહારાજ પેલી સ્ત્રી એ તમને મોકલ્યા છે ને ?
તપોધન ને કાલીચરણ પોતાની દુકાને લઇ ગયો, પ્રાણી ઓ ના માંસ જોઈ તપોધન વિચારે છે ,આવો ધર્મજ્ઞ
માનવી કસાઈ નું કામ શ માટે કરે છે ?
કાલીચરણ કસાઈ તપોધન ના મન માં ઉઠતા વિચારો ને  જાણી àª¨à«‡ કહેવા લાગ્યો મહારાજ વંશ પરંપરા થી
ચાલી આવતું આ કર્મ હું કરું છું પરંતુ હું જાતે માંસ ભક્ષણ નથી કરતો,બધાજ ધંધાઓ માં દોષ તો ભરલો જ
છે પણ વંશ પરંપરા થી ચાલતો આવતો કર્મ નો ‘ ધંધો હું ધર્મ બુધ્ધી થી કરું છું ‘
 
ત્યાર બાદ ભોજન ના સમયે દુકાન બંધ કરી કસાઈ તપોધન ને તેના ઘરે લઇ ગયો,ઘરમાં પ્રવેશતાં જ
કાલીચરણે તેના વૃદ્ધ માતાપિતા ને પ્રણામ કર્યાં  ક્ષેમ કુશળ પૂછ્યા અને તપોધન સામે જોઈ ને
બોલ્યો આ મારા માતાપિતા જ મારા પરમ દૈવત છે,દેવ ને માટે જે કંઈ કરવાનું હોય તે સઘળું હું તેમના
માટે કરું છું મારા પ્રાણ તથા સ્ત્રી-પુત્રાદિ સર્વસ્વ તેમના માટેજ છે ,આ ધર્મ ને શ્રેષ્ઠ જાણી ને હું આચરું છું
અને તેના થી જ મને ત્રિકાલ જ્ઞાન અને ધર્મ ની સાચી સમજ પડી છે, આ બધાની સેવા છોડી ને જંગલ માં
જવાથી ધર્મ નું રહસ્ય કંઈ પ્રાપ્ત થતું નથી,પ્રાપ્ત કર્મ ને અનાશક્તિ પૂર્વક આચરવાથી ધર્મ ની પ્રાપ્તિ
થાય છે, પરમાત્મા જે સ્થિતિ માં રાખે તેમાં સુખ પૂર્વક રહેવું અને ભગવાન નું ભજન કરવું તે જ ધર્મ છે.