Uncategorized

ભગવાન ને તારા ત્યાં મોકલી દઈશ

રામકૃષ્ણ પરમ હંસ ને એક ભાઈ મળવા આવ્યા, તેમને આ ભાઈ ને કહ્યું,
ભગવાન નું સ્મરણ ચિંતન કોઈ પણ રીતે કરો, એથી ફાયદો થાય ને થાય,
જેમકે પુરણપોળી સીધી પકડી ને ખાવ કે આડી પકડી ને ખાવ, પણ તે
ગળી જ લાગે.
 
આ ભાઈ કોઈ ના કહેવાથી, રામકૃષ્ણ પરમહંસ પાસે આવ્યા હતા,તેમને,
ભગવાન મફત માં જોઈતા હતા, એટલે તેમને કહ્યું ! સ્વામીજી આપને,
ભગવાન નો સાક્ષાતકાર થયો છે,આપ હરરોજ ભગવાન સાથે વાતો કરો છો,
ભગવાન રોજ આપને મળવા આવે છે, તો હવે તમને મળવા આવે ત્યારે મારું,
સરનામું ભગવાન ને આપી દેજો, આપના કહેવાથી ભગવાન જરૂર મારે ત્યાં
પધારશે.
 
સ્વામીજી એ કહ્યું એમ ! તો ઠીક ,હું તારું સરનામું જરૂર ભગવાન ને આપી દઈશ,
ભક્ત રજા લઈને જતો હતો ત્યાં, સ્વામીજી એ કહ્યું, તારું સરનામું તો આપતો જા !
પેલા ભાઈ બિચારા સરનામું આપવા લાગ્યા કે, “૨૪ ચૌરંગી……”
અરે ! આતો તારા મકાન નું સરનામું છે ! તારું સરનામું નથી ? તને તારો જ પત્તો નથી !
જે દિવસ તને તારો પત્તો મળે, ત્યારે જણાવજે, ભગવાન ને તારા ત્યાં મોકલી દઈશ,
તુ ભળતું સરનામું તારા મકાન નું,ઓફીસ નું મને આપે છે તે ભગવાન ને હું કેમ મોકલું ?
“માટે તુ તારો પોતાનો જ પત્તો આપ.”
 
કહેવાનો મતલબ…ભગવાન ના ઘર નું પ્રવેશ દ્વાર બધાને માટે ખુલ્લું છે, માત્ર તેમને ,
મળવા શેઠ બની ને ન જતા.