Uncategorized

શ્રેષ્ઠ કોણ ?

એક ન્યાયપ્રિય અને શક્તિશાળી રાજા હતો, તેનું નામ મલ્લિક હતું, રાજા ને પોતાની યોગ્યતા પર શક હતો,
એ હંમેશા વિચાર્યા કરતો કે લોકો મારા માટે જે કહે છે તે સાચું છે ? લોકો મને સજ્જન વીર અને પરાક્રમી કહે
છે એવો હું કરેખર છું ?
 
એક દિવસ રાજા દરબાર ભરીને બેઠો હતો,એને ભર્યા દરબાર માં પોતાના મંત્રીઓ ને પૂછ્યું, મને સાચે સાચું
બતાવો કે શુ મારા માં દોષ નથી ?
બધા મંત્રીઓ એક સાથે બોલી ઉઠ્યા,ના..મહારાજ ! આપ સજ્જન અને દયાળુ છો અને દોષ રહિત છો.રાજાએ
આ વાત પ્રજાજનો ને પણ પૂછી,બધાએ કહ્યું આપ ન્યાયપ્રિય છો અને અમને ખુબ વ્હાલા છો આપના રાજ માં
અમે ખુબ સુખી છીએ.
 
આમ છતાં રાજા ને સંતોષ ન થયો,એ વિચારવા લાગ્યો મારા મંત્રીઓ તેમજ પ્રજાજનો મને સારું લગાડવા ખોટું
બોલી રહ્યા છે.આ વાત નો ઉકેલ લાવવા એ છુપા વેશે નગર માં ફરવા લાગ્યો.ઘણાં લોકોને તેને સવાલ કર્યો કે
તમારો રાજા કેવો છે ? પણ બધા લોકો એ રાજાની પરોપકારી નીતિ ના ગુણગાન ગાયા.
 
એક દિવસ રાજા મલ્લિક નો રથ એક સાંકડા રસ્તા પરથી પસાર થઇ રહ્યો આજુબાજુ થી બીજું કોઈ વાહન પસાર
થઇ શકે તેમ નહતું, એજ વખતે રાજા બ્રહ્મદત્ત પોતાના રથમાં બેસી ને સામેથી આવી રહ્યા હતા, સામ સામે બન્ને
રથ આવીને ઉભા રહી ગયાં.
મલ્લિક રાજા ના સારથીએ કહ્યું : તારો રથ પાછો લે મારા રથ માં રાજા મલ્લિક બેઠા છે સામે થી બ્રહ્દાત્ત નો
સારથી બોલ્યો મારા રથ માં રાજા બ્રહ્મદત્ત બેઠા છે,જે રાજા બન્ને માંથી શ્રેષ્ઠ હશે તે પહેલા આ રસ્તો પાર કરશે.
બ્રહ્મદત્ત રાજા નો સારથી બોલ્યો તારા રાજા ની વિશેષતા શુ છે ? તે જણાવ !
 
મલ્લિક રાજા નો સારથી બોલ્યો મારા સ્વામી ભલાઈ નો બદલો ભલાઈ થી અને બુરાઈ નો બદલો બુરાઈ થી
આપે છે. આ સાંભળી બ્રહ્મદત્ત રાજા નો સારથી બોલ્યો તારા સ્વામી ની આ જ વિશેષતા છે તો દોષો ની કલ્પના
કરતાં જ હું ધ્રુજી ઉઠું છું.
 
રથમાં બેઠેલા મલ્લિક રાજા આ બધું સાંભળી રહ્યા હતા અને મનોમન વિચારવા લાગ્યા ચાલો છેવટે કોઈતો
એવો સાચો માણસ મળ્યો કે જેણે સાફ સાફ વાત કરી અને મારામાં દોષ જોયો.
 
મલ્લિક રાજા àª¨à«‹ સારથી બોલ્યો ખોટી બકવાસ બંધ કર અને તારા સ્વામી ની વિશેષતા મને જલ્દી જણાવ…..
બ્રહ્મદત્ત રાજા નો સારથીએ રથ ને એક તરફ લેતાં બોલ્યો, મારા સ્વામી તો બુરાઈનો બદલો પણ ભલાઈ થી
આપે છે, એટલે જ તેઓ વિશ્વ ના એક માત્ર શ્રેષ્ઠ શાસક છે.
 
આટલું સાંભળતા જ રાજા મલ્લિક રથ માંથી નીચે ઉતરી ગયા, અને રાજા બ્રહ્મદત્ત ને પ્રણામ કર્યાં અને કહ્યું આપ
ખરેખર મારા કરતાં શ્રેષ્ઠ રાજા છો અને પછી મલ્લિક રાજા પોતાના સારથી પાસે આવીને કહે છે ચાલ રથને પાછો
વાળી દે અને રાજા બ્રહ્મદત્ત ને રસ્તો આપ.